મધુ અને કોટક નામના બે રાક્ષસો જયારે બ્રહ્માજી ને હેરાન કરતા હતા ત્યારે શેષ શૈયા પર બિરાજમાન વિષ્ણુ ભગવાન પાસે જઈ રાક્ષસોના ત્રાસમાંથી મુક્તિ કરવાની વિનંતી કરી તે કારતક સુદ-૧૧ ના દિવસે વિષ્ણુ ભગવાને ઉઠી કરોડો સૂર્યના કિરણો જેવી તેજસ્વી સ્વરૂપ ધારણ કરી બે રાક્ષસોનો સંહાર કર્યો ને બ્રહ્માજીને ત્રાસમાંથી મુક્ત કર્યા તેથી ખડાયતા જ્ઞાતિના વૈષણવો આ તિથી ને કોટીયર્ક પ્રભુના પ્રાગટ્ય દિન તરીકે ઉજવીએ છીએ .કોટીયર્ક પ્રભુનું ચતુર્ભૂજ સ્વરૂપ છે આમ કોટી સૂર્યના અર્ક થકી સૂર્ય સ્વરૂપ વિષ્ણુ ભગવાન જ કોટીયર્ક દેવ છે જે ખડાયતા ના ઇષ્ટદેવ છે .મહુડી ગામમાં આ ધામ પ્રખ્યાત છે .ગામે ગામથી સમસ્ત ખડાયતા વૈષણવો ભેગા થઇ ત્યાં ધૂમધામ થી ઉત્સવ ઉજવે છે .