શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ પરબ્રહ્મા પરમાત્મા શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય મથુરા અને ગોકુળમાં એકસાથે થયું તેથી યશોદોત્સંગ લોલિત અને દેવકીનંદન કહેવાય છે નંદબાવાને ત્યાં આઠમની રાતથી નોમની સવાર સુધી ઉત્સાહપૂર્વક ધૂમધામથી દૂધ-દહીં -માખણ -મીસરી -મીઠાઇ પૈસા ની છોળોથી નંદમહોત્સવ ઉજવાય છે .નંદ એટલે આંનદરૂપ ભગવાનનું પ્રાગટ્ય ,વ્રજ્ભક્તોના,ગોપીઓના મનોરથ પૂર્ણ કરવાના હેતુ સર પ્રાગટ્યના બીજા દિવસે નંદમહોત્સવ સ્વરૂપે ઉજવાય છે ને પ્રભુને પારણામાં ઝૂલાવી દર્શન કરી અલૌકિક આંનદ ની અનુભૂતિ થાય છે .